દિવાળી ની રજાઓ આવી અને અમે ત્રણ કુમાઊં ફરવા નીકળ્યા. મથુરામાં ગાડી બદલી કાટગોદામ પહોંચ્યા, અને બસ પકડી નૈનીતાલ. પપ્પા મમ્મી બંને એ કોડીકનાલમાં હલ્લેસા વાળી હોડી ખૂબ ચલાવેલી, એટલે નૈનિતાલ માં પણ હોડી ભાડે કરી લેઈક માં ફર્યા. એક દિવસ પાસે આવેલા ચાઈના પીક ગયા, અને ત્યાં જંગલાત ખાતાના રેસ્ટહાઊસ માં રહ્યા. અંગ્રેજોએ એ બાંધેલું, એ રેસ્ટહાઊસ, એટલે fire place હતું. કુમાઊં માં વીજળી તો મોટા ગામોમાં હોય, પણ બીજે કશે નહીં. રેસ્ટહાઊસ ના ચોકીદારે સરસ તાપણું કરી આપ્યું. ચાઈના પીક (આજ કાલ એને નઈના પીક પણ કહેવાય છે) ૮૬૦૦ ફૂટ ની ઊંચાઈ પર. મારે માટે ઘોડો કરેલો. ઠંડી સખત. અને આજુબાજુ ગીચ જંગલ, અને પેલો ચોકીદાર વાઘ જંગલમાં ફરે, ત્રાડ સંભળાય, દેખાય, ઢોર મારે એવી બધી વાતો કરે. અને રાત ના થયું પણ એવું. જંગલાટ ખાતા નો એક ranger મોડી રાતે જંગલમાથી ઉપર આવ્યો, અને રેસ્ટહાઉસ ના બીજા ઓરડામાં રહ્યો. થોડી વાતો કરી, પણ મોડુ થયું તું. પણ એજ વખતે વાઘ ની ત્રાડ સંભળાઈ હતી અમને. પેલા ranger ભાઈ કહે કે એજ વાઘ ને એ પણ શોધતા હતા. નીચે ની ખીણમાં જ હતો. બીજો એક જૂજ અનુભવ થયો. નઇનીતાલ, એટલે નઈની તળાવ. લાંબુ છે, એક છેડે બસ નો અડ્ડો, અને બીજે છેડે એક આસમાન ની તળે રંગભૂમી. મલ્લિતાલ અને તલ્લીતાલ એમ કહેવાય. એક દિવસ સાંજે એ આસમાની રંગભૂમિમાં દશેરાને દિવસે રામલીલા ભજવાતી હતી. સાર્વજનિક ખેલ! ટિકિટ કઈ નહીં, અને પત્થર ની પાળી પર બેસબાનું. સ્ટેઈજ મોટું હતું. અમે ત્રણ બેઠા, અને થોડીવાર માં રાત પડી અને ઠંડી વધી, અને શાલ ઓઢી પણ ધ્રુજારી તો આવે. અને રામલીલા ના અભિનેતા તો પીતાંબર કે પોતડી કે પારંપારિક ઢબના વસ્ત્રો પહેરી ને - એટલી અદાથી ભાગ ભજવતા હતા, કે અમને વિચાર થાય કે અમે ધ્રુજીએ છીએ અને આ બધા અડધા ઉઘાડા છે પણ કેવો સરસ અભિનય કરી રામલીલા ભજવે છે.

    

નૈનીતાલ થી રાણીખેત અને પછી અલમોરા ગયા. અલમોરા માં PWD ના બંગલામાં અમારી ચિઠ્ઠી એક દિવસ આગળની હતી. એક રાત તદ્દન બેકાર હોટલ માં કાઢી બીજે દિવસે આ બંગલામાં ગયા. ચોકીદાર રૂમ આપે ત્યાં સુધી આમ તેમ ફરતાં હતા ત્યાં તો છોકરાઓ અંગ્રેજીમાં બૂમબૌમ કરતાં સંભળાયા, અને જોયું તો ૫ એક છોકરાઓ નાના એવા ચોગાનમાં સિઝન બોલ, સ્ટમ્પ્સ, પેડ બેટ સાથે ક્રિકેટ રમતા હતા. થોડી જીજાક પછી અમે નીચે ગયા અને એ મંડળીને મળ્યા, બે મિત્ર કુટુંબ! મુંબઈના જ હતા, અને બધ્ધા છોકરાઓ મારી ઉમર ની આસપાસનાજ હતા. મને તો મજા પડી ગઈ, અને તરતજ એ લોકો સાથે જોડાઈ ને અલમોરા ગામ માં ક્રિકેટ રમવા માંડ્યો. એ નવા મિત્રો  Xavier's અને DonBosco માં ભણતા હતા, અને મે ૪ મહિના પહેલ્લાં જ અંગ્રેજી મીડિયમ ચાલુ કરેલું, એટલે ફાવ્યું, પણ મારી ભાષા ની મશ્કરી પણ ઘણી થઈ. અલમોરા થી મુકતેશ્વર સાથે ગયા, અને ત્યાથી નંદાદેવી શિખર પર ગુલાબી રંગ નો સૂર્યોદય થાય તે જોવાની ખૂબ મજા આવી. પપ્પાનો પહેલા તો અલમોરા થી ચાલી ને મુકેતેશ્વર જવાનો હતો, પણ કંપની મળી એટલે સાથે બસ માં જ ગયા. અલમોરા થી જ બીજી એક યાદગાર ટ્રીપ, તે ખાલી estate. મુંબઈના મોભ્ભાદાર હિમાલય પ્રેમી નવનીત પારેખે આ સફરજન નો બગીચો ખરીદેલો. ત્યાં રહ્યા અને બે સક્ષમ વ્યક્તિઓ ને મળવાનો લાહ્વો મળ્યો. એક તો Switzerland ના ક્રૂઝ નામ ના ભાઈ, જે કુમાઊંમાં એમની બુલેટ મોટરબાઈક પર ફરતાં હતાં, અને સફરજન ના બગીચામાં ખેડૂતો ને સલાહ આપતા કે પાક કેમ સુધારવો વગેરે. અને બીજા વ્યક્તિ તે ગંગોત્રીબેન ગરબીયાલ. અહોહો શું કમાલ ના બેન હતાં. કુમાઊં ના પિથોડાગઢ જિલ્લાના નાના એક ગામ માં થી આવે. પિતા ના અવસાન પછી ભાઈબેન ની દેખભાળ તો કરીજ, પણ પોતે પણ ખૂબ ભણ્યા, અને અમે મળ્યા ત્યારે એક કન્યાશાળા ના principal હતા. બહુજ શ્રધ્ધાળુ. સાંજે અમે ખાલી estate ના દિવાનખાના માં ભેગા થયા અને ગંગોત્રીબેને ભજન ગાવાનું શરૂ કર્યું. એવા તલ્લીન થઈ ને ગાય, કે શ્રધ્ધા ના આંસુ સરે તેની ખબર પણ ન પડે. ગંગોત્રીબેન સાથે અમારો સંબંધ તો મમ્મી ની છેલ્લી હિમાલય ની સફર સુધી રહ્યો. બીજે દિવસે અમે છોકરાઓ ત્યાં estate માં જ રહ્યા, અને વહેલી સવારે બધ્ધા મોટા લોકો ખાલી થી ૫ માઈલ ઉપર બિનસર કરીને જગ્યા છે ત્યાં ગયા. હિમ પર્વત ની હારમાળાના બહુ સુંદર દર્શન થાય તે જોવા. હમેંશા સૂર્યોદય વખતે જે હિમ પર્વત દેખાય તેજ સૌથી સુંદર. પછી દિવસ ના વાદળ કે ધૂંધળું વાતાવરણ આવી શકે.

બસ, આ પછી અમે છૂટા પડ્યા, અને અમારા નવા ૨ મિત્ર કુટુંબ નૈનીતાલ તરફ નીકળ્યા અને અમે કૌસાની તરફ. કૌસનીમાં PWD નો ડાક બંગલો કહેવાતો ત્યાજ રહ્યા. ગામ ની પાસેજ હતો, જૂનો હતો, પણ આખો હતો. લગભગ ૧ માઈલ દૂર ઇન્સ્પેક્શન બંગલો હતો જે વધારે સુવિધવાળો અને નવો હતો, પણ અમારી પાસે એની ચિઠ્ઠી ન હતી. પછી ખબર પડી કે અમે રહ્યા તેજ બંગલામાં ગાંધીજી પણ રહેલા. મારી સાથે પતંગ, અને નૈનિતાલથી લીધેલા ફટાકડા હતા. બેત્રણ ગામ વાસી છોકરા કે ચોકીદારના ઘર ના બાળકો એમ સાંજે ભેગા કરી ફટાકડા ફોડયા, અને દિવાળી મનાવી. વીજળીનો તો સવાલ જ ના હતો. બધે જ ફાનસ! કૌસાની ડુંગર ની ધાર પર ટોચ પર છે, એટલે સામે મોટી પહોળી ખીણ દેખાય, જાણે એ ખીણ પછી સિધ્ધા પેલા હિમ પર્વતોજ શરૂ થઈ જતાં હોય એવું લાગે. એટલા પાસે એ હિમપર્વતો દેખાય. ખીણ માં ત્રણ ગામ રાતે દિવાળી મનાવતા દીવાઓ થી સજ્જ થયેલા દેખાતા હતા. ગરુડ, બાઇજનાથ અને બે નાના ગામ. આહા શું દ્રશ્ય. સાંજ પડી, ખીણમાં અંધારું થયું અને દીવા પ્રગટ્યા, પણ હજુ નંદાદેવી, ત્રિશુળ, નંદાખાટ અને પશ્ચિમ માં ચૌખંબા પર હજુ અજવાળું અને સૂર્યના છેલ્લા કિરણો.

ત્રણ દિવસ રહ્યા, અને બેસતું વર્ષ મનાવી આગલે દિવસે ચૌકોરી જવા નીકળ્યા. કૌસાની થી બાગેશ્વર, અને વેરીનાગ થઈને પિથોડાગઢ જતી બસ પકડવાની. ૨ કલાક મોડી આવી. દરેક બસ ને પૂછીએ, વેરીનાગ જવાની છે, અને ના જવાબ મળે એટલે રાહ જોવાનું પાછું ચાલુ. બસ ચૌકોરી પહોંચી, ત્યારે સાંજ થવા માંડી હતી. જાણે રસ્તાની વચ્ચેજ બસ ઊભી રહી ગઈ. એક ઘર કે એક ચલિયું દેખાય નહીં. ડ્રાઈવર કહે આજ ચૌકોરી છે! અમે ત્રણ તો ઉતર્યા. બસ ના માળીયે થી સામાન ઉતાર્યો. મારા હાથમાં મારા પતંગ! સાથે બીજા એક ભાઈ પણ ઉતાર્યા અને એક દૂર દેખાતા ઘર તરફ જવા માંડ્યા. બસ પણ નીકળી ગઈ. અને અમે તો બાઘા જેવા રસ્તા પર આથમતા સુરજ ને જોતાજ રહી ગયા. પપ્પાને જે ભાઈ એ આ જગ્યા નું કહેલું, તે બધ્ધુજ ખોટું નિવડ્યું. નો'તું ગામ, કે નો'તો PWD નો બંગલો. પેલા ભાઈ થોડું આગળ જય પાછા આવ્યા, કે તમને કયાઁ જવું છે. પપ્પાએ વાત કરી કે અમને તો ચૌકોરી માટે આવું કહ્યું હતું, અને PWDના બંગલે જવું છે. પેલા ભાઈ કહે, એવું તો અહી કાઇજ નથી. આ સામે ચાહ નો બગીચો છે, બસ એજ. વેરીનાગ ટી એસ્ટેટ! પછી આગળ બોલ્યા, હવે તો વેરીનાગ ની બસ વગેરે પણ કઈ મળશે નહીં, આ છેલ્લી બસ હતી. મારી સાથે આવો, હું આ ટી એસ્ટેટ નો મેનેજર છુ. તમારો સામાન અહીં જ રહેવાદો, મારા માણસો લઈ આવશે. અમે એમની સાથે ચાલવા માંડ્યુ. રસ્તા ની બાજુમાં રીંછ જેવડા મોટા બે કુતરા હતા. તીબત્તી જાત હતી. અમને ટી એસ્ટેટના ગેસ્ટહાઉસમાં લઈ ગયા. અને એટલી વાર માં સામાન આવ્યો. મમ્મી પપ્પાને કહે, સામાન ખોળ, ચાહ મૂકું. પેલા ભાઈ કહે, તમારો સામાન તદ્દન પેક જ રાખો. તમે મારા મહેમાન છો. તમારું ખાવા પીવાનું બધ્ધું મારા માણસો સંભાળશે. અમે ત્યાં ૩ દિવસ રહ્યા. અને ત્રાલે દિવસ શું આબેહૂબ મહેમાનગતિ કરી, એ ભાઈ એ કે જિંદગી ભાર અમે ભૂલ્યા નહીં. બીજે દિવસે સવારે અમારા બંગલા ની બાહર જ એક ચેરી બ્લોસ્સોમ નું ઝાડ હતું. એને કુમાઊં માં પઇ અથવા પયોં કહે છે એવું યાદ છે, પણ પાકું કરી શક્યો નથી. અને એ ગુલાબી ફૂલો માઠી નંદાદેવી તો જાણે આખું આસમાન ભરી દેતું હોય એવું દેખાય. અમમરી ત્રણે ની આંખો માં એ દ્રશ્ય આજીવન ભરેલું રહ્યું. ચૌકોરી માં પતંગ પણ ચગાવેલો! જતી વખતે પેલા મેનેજર ભાઈ (નામ કશે લખેલું છે, પપ્પાની નોધમાં. શોધી કાઢીશ, અને અંહી લખીશ) પપ્પાને કહે કે મને તમારા જેવુ binocular મોકલી આપજો, હું તમને એના પૂરા પૈસા મોકલીશ. અને મુંબઈ પહોંચી ને તરતજ પપ્પાએ એ કામ પૂરું પાડ્યું હતું.

ચૌકોરી થી બઇજનાથ દર્શન કરી પાછા વળ્યા. મથુરા પર reservation મળ્યું નહીં એટલે પપ્પા અકળાયા. ફર્સ્ટ ક્લાસ માં જઈએ. પણ મમ્મીએ styleમાં અંકુશ મૂક્યો, કે ફર્સ્ટ ક્લાસ માં બે દિવસ પછી ની ટિકિટ છે. જો ચાલુ થર્ડ ક્લાસમાં કુલી જગ્યા કરી આપતો હોય તો મુંબઈ ભેગા પહોંચી જઈએ. ક-મને પપ્પા માન્યા, અમે સાદા થર્ડ ક્લાસના ડબ્બામાં ઘુસ્યાં, અને ઘર ભેગા થયા.


નૈનીતાલ ૧૯૬૦ પીંડારી ચૌકોરી-૨
Dungar Ghelaa Exit આવજો!
English