કુમાઊં  કાશ્મીર ગઢવાલ હિમાચલ દારજીલીંગ નેપાલ
Dungar Ghelaa Exit આવજો!
English ફોટા

હિમાચલ માં ખૂબ ફર્યાં. ૧૯૬૩ માંડી ને ૧૯૯૮ માં સિંગાપૂર થી પણ હિમાચલ ફરવા ગયા. ૧૯૬૩ માં પપ્પા, મમ્મી, હિતેષ અને હું. અડધી ટ્રીપ કરી પાછા શિમલા આવ્યા અને ત્યાં ડૉ. મણિયાર મિત્રમંડળ સહિત મળ્યા અને મનાલી સાથે ફર્યા. પણ પાછા અમે અમારી મેળે જ! ડેલહાઉસી, ખાજિયાર, ચંબા, અને શેત્રુંડી. સચ પાસ ઓળંગી ને કિલાર જવું હતું પણ સંજોગવશ કેન્સલ કર્યું. ૧૯૬૮ માં હું iit ગયો, અને દિવાળી ની વેકેશન ના મળે, એટલે પપ્પા મમ્મી એકલા નીકળ્યા, આખું લાહુલ પાર કર્યું, અને મનાલી થી શરૂ થઈ કિષ્તવાર નીકળ્યા. હું નો’તો, એટલે એ ટ્રેક ની યાદો ચ્હે જ નહીં, પણ પપ્પા ના પત્રો અને લખાણ પ્રમાણે લખીશ. ફોટા તો અઢળક જ છે. ૧૯૬૯ માં અમે ત્રણ પાછા હિમાચલ પહોંચ્યા – આ વખતે હિમાચલ ના ઇશાન ના પ્રદેશ માં. કિન્નોર અને સ્પીતી ગયા, લોસર સુધી પહોંચ્યા, પણ કુમઝુમ-લા પાસ ઓળંગી મનાલી પહોંચાવા નો મનસૂબો શક્ય જ ન હતો. ચંદ્રાતાલ ની પણ આશા શેખચલ્લી ની દુનિયા માં જ રહી ગઈ. પણ કાઝા અને કી ગોમ્પા ફરી આવેલા. લોસર માં એક મરાઠી ભાઈ મળેલા – PWD ના એંજિન્યર હતા. ૧૯૮૮ માં અઢીવર્ષ ની વૈદેહી ને લઈને અમે પાંચ – પપ્પા, અંજુ, જાનકી વૈદેહી અને હું – પાછા હિમાચલ ના ઇશાન પ્રદેશ ગયા. ૧૯૬૯ જે રસ્તો ૫ દિવસ ચાલી ને પાર પાડેલો એ બે ત્રાળ કલાક માં અમ્બેસેડર ટેક્સી માં પાર કર્યો. કાઝા માં રાતે વરસાદ અને ઠંડી એવી કે રેસ્ટ હાઉસ ના આંગણામાં વરસાદ ના પાણી ના રેલા – પણ થીજી ગયેલા! કી ગોમ્પા જતાં ગાડી અટકી પડી, એટલે થોડું આગળ ચાલી ને કી ગામ થી બસ પકડી કાઝા પાછા ગયા. એમ્બેસેડર થી ગોમ્પા સુધી નો ઢાળ ચઢાય એમ નો’તો. છેલ્લી હિમાચલ ટ્રીપ તો ટૂંકી અને અઠે-દ્વારકા જેવી હતી. ૧૯૯૭ માં પપ્પા નું બાયપાસ કરવેલું. તબિયત માં કંઇ ખાડો પડ્યો નથી એ પપ્પાના મનમાં પુરવાર કરાવવા અમે સિદ્ધા ધરમશાળા થી ઉપર આવેલું મેકલોઇડ ગંજ પહોંચ્યા, અને ત્યાં અઠવાડિયું રહેલા. અમે ચાર ત્રુઇન્ડ જય આવેલા.