English
ફોટા
સૌથી વધારે હિમાલય ખૂંદયો હોય તો ગઢવાલ માં! કારણ તો સ્વાભાવિક હતું. પાંચેય હિમાલયના યાત્રા ધામ ગઢવાલ માં છે. ગઢવાલ નું બીજું નામ દેવભુમી! ગણાતો એ નથી કે કેટલી વાર ગયા. છાસ વારે ગઢવાલ!
- મને ટાયફોઈડ થયેલો ( ૪ માં થી પહેલી વાર!) અને પપ્પા કાશ્મીર પછી ખૂબ સળવતા હતા, કે હવે હિમાલય તો જવાયા જ! ૧૯૫૭ માં કોઈ ખાસ દવા નો'તી - ટાયફોઈડ માટે, બસ સૂઈ જ રાહેવાનું અને દાળના પાણી પર જીવવાનું! ફોઇબા નિવૃત્તિ પછી અમારી સાથે જ હતા, એટલે એમણે કહ્યું હું હેમંત ને જોઈશ, તું જા. અવનવો રસ્તો શોધેલો પપ્પાએ. મસુરી થી ચક્રાતા (કે ચક્રૌતા) અને ત્યાં થી જમ્નોત્રિ તરફ. હવે મને બહુ સાફ યાદ નથી - હૂઁ તો સાથે નો'તો! - પણ ચક્રોતા થી આગળ બસ માં ગયા, અને ચાલવાનું શરૂ કરવાનું હોય એ છેલ્લા બસ વાળા ગામે પહોંચ્યા. બાબા કાલીકમલીવાલા ની ધર્મશાળામાં રહ્યા. પપ્પાના શબ્દોમાં "મને ચાંચડ અને માંકડે ફોલિ ખાધો!" અને બીજે દિવસે મુંબઈ પાછા જવા નીકળી ગયા. મને એવી શંકા જરૂર ચ્હે કે બંને ના મનમાં એવું બેઠું કે હેમંત ને મૂકી ને નીકળ્યા એટલે ઈશ્વર નો કોપ લાગ્યો. ત્યાર બાદ બે જણા એકલા કશે ગયા નહીં - હું IIT ની હોસ્ટેલ માં ગયો ત્યાં સુધી.
- ૧૯૬૧ માં અમે ત્રણ બદ્રિ, કેદાર અને તુંગનાથ ફર્યા. બદ્રિ થી જોયેલો નિકકંઠ તો હજુએ આંખે તરવારે છે. ઘણા શિખરો જોયાં છે પણ એ નીલકંઠ હમેશાં મારે માટે સર્વશ્રેષ્ઠ છે. બદ્રિ-કેદાર ના પાનાં પર.
- ગંગોત્રી જમ્નોત્રી બાકી હતું, એનો વારો ૧૯૬૪ માં આવ્યો. મહેન્દ્રમામા સાથે હતા. ગૌમુખ જવાના હતા પણ મમ્મી ની તબિયત જરા બગડી હતી, અને પ્લાન રદ્દ થયો. ગંગોત્રી ના પાનાં પર.
- ૧૯૬૮ પછી પપ્પા મમ્મી એ બે કે ત્રણ ટ્રેક મારા વિના કર્યા. મદમહેશ્વર, બુઢ્ઢાકેદાર દેવરિયા તાલ, હરકિદૂન વગેરે. ફોટા છે, પણ વાતો ખાસ નથી.
- ૧૯૭૬ ના જુલાઇ મહિનામાં અમે વેલી ઓફ ફ્લાવર્સ ગ્યાં. માલતિ બેન અને શશિકાંત દામાણીઆ સાથે. મમ્મીએ કાંડું ભાંગેલું, પણ હરદ્વાર પહોંચ્યા – ૮ મે દિવસે - ત્યાં સુધી મે બાંધી આપેલા splints થી ચલાવ્યું, અને પપ્પા, શશિકાન્તભાઈ અને મેં મળીને રાંધવાનું સંભાળ્યું. હરદ્વાર માં આખરે ડો. મળ્યા.
- મમ્મી પપ્પાને BNHS માં થી સલાહકાર તરીકે ૧૯૭૮ માં પાછા વેલી ઓફ ફ્લાવર્સ જવાનું મળ્યું, અને એ ટ્રીપ માં એ બંને નો કાળપાર ફોટો લેવાયો.
- અંજુ ની પહેલી હિમાલય ની ટ્રીપ પણ ગઢવાલમાં જ. પનવાલી જવાના હતા, પણ ડેલે હાથ દઈ ને ઉતારી ગયા, ને બદ્રિ કેદાર તુંગનાથ અને દુગબીટ્ટા કરેલું. સાથે મંદૂમાસી, સોનલ અને સુજ્જુ. વધાર એ મુગગુ ના પાના પર.
- મમ્મી ૧૯૮૪ માં ગઈ, અને અમે નક્કી કર્યું કે એની અસ્થી ને ગૌમુખ માં પધરાવી એની એક રહી ગયેલી આકાંક્ષા પૂર્ણ કરીએ. પપ્પા તો BNHS ના ચોપટ્ટા કેમ્પ માં સલાહકાર તરીકે ગયેલા. મુંબઈ થી અરુણમામા જ્યોતિમાંમી, મિરા, સુજ્જુ અને અમે ત્રણ નીકળ્યા અને ઉત્તરકાશી માં પપ્પા કેમ્પ પૂરો કરી અમને મળ્યા. એ વખતે પપ્પા અને અમે ત્રણ સાચ્ચું પનવાલી પણ જઈ આવેલા. અરુણમામાં એ દિલ્લી નો પ્લાન કરેલો, એટલે એ ત્રણ છૂટા પડ્યા અને અમે ચાર અને સુજ્જુ સાચ્ચું પનવાલી ગયા. આ વખતે જ ૩૧ઓક્ટોબર ૧૯૮૪ ના ધમાકાની પછી ના તોફાન માં ફસાયેલા, અને થોડા વધુ દિવસો પહાડોમાં જ કાઢી મુંબઈ હેમ ખેમ પહોંચેલા. વધુ ગૌમુખ ના પાનાં પર.
- છેલ્લે ૧૯૯૨માં અંજુ નું જન્મોત્રી બાકી હતું એટલે ત્યાં જવાનું નક્કી કર્યું. "ઓલા મમ્મી" – શાંતાબા પણ જોડાયા. પણ નસીબે પપ્પાની તબિયત હનુમાન ચટ્ટીમાં બગડી, અને પ્રોગ્રામ બદલાવો પડ્યો. પપ્પાની આવી "ઘભરામણ" નો ઇતિહાસ છે!(બીજે કશેક કહીશ!). પણ શાંતાબા ને ઘોડે ચઢાવી (વૈદેહી સાથે ભાગીદારી માં) તુંગનાથ કર્યુતું. ચોપટ્ટા ના પાના પર.