કુમાઊં  કાશ્મીર ગઢવાલ હિમાચલ દારજીલીંગ નેપાલ
Dungar Ghelaa Exit આવજો!
English ફોટા

૧૯૫૭ માં દાર્જીલિંગ પાક્યું! મે વેકેશનમાં. પપ્પા ના મનમાં હિમાલય માં ક્યાં અને કયા ક્રમ માં ફરવું એ યાદી હશે એમ માનું છું. અશ્વિનભાઈ એ લીધેલા દાર્જીલિંગ ના બે ફોટા અમારે ઘરે હતા. ફોટા પહેલા આવ્યા કે અમે પહેલા ગયા એ યાદ નથી – બહુ નાનો – 6 વર્ષનો – હતો. પણ એ બે ફોટા જાણે અમારા બધ્ધા ના મનમાં ફરતાં હતા. ટ્રેકિંગ નો કોઈ પ્લાન નહોતો, પણ ક્યાં ક્યાં જવું છે એનું લિસ્ટ લાંબુ હતું. આખો મહિનો દાર્જીલિંગ માં જ.

અમારી સાથે મારી મસ્યાયી બહેન જયશ્રીબેન આવેલા. અને થોડા દિવસો પછી મારા મોટા મામા અને એમના ૨ બાળકો - મારા ભાઈ બહેન - આખા બાળપણ ના સાથી - અમે ત્રણ અટૂટ ગઠિયા! આવેલા.

જરા મુંઝવણ હતી કે દાર્જીલિંગ પહોંચવું કેવી રીતે. એક રસ્તો કલકત્તા થી હતો, પણ એમાં નદી ઓળંગવાની હતી – વહાણ માં બેસી ને, અને બીજો મુંબઈ થી પણ ત્રણ ટ્રેન બદલી ને. મુંબઈ વાળો જ રસ્તો લીધો અને ત્રણ દિવસે સિલિગુરિ પહોંચ્યા, અને નેરો ગેજ ટ્રેન પકડી દાર્જીલિંગ. બધે ફરવા નું જીપ માં જ. સન્ડકફૂ પણ ગયા, અને કલિંપોંગ અને ગાંગટોક પણ. એ સિકીમ માં, અને એ વખતે સિકીમ હજી સ્વતંત્ર દેશ હતો.

મારું દારજીલિંગ તો ચાર વાર થયું. ૧૯૫૯ માં કલકત્તા થી પહેલી વાર અમે ત્રણ. સિંધ્યા ના ૨ મિત્રો સહ કુટુંબ ત્યાં મળ્યા. આ રસ્તે ગંગા નદી પાર કરી, ફેરી માં બેસી ને. એ કહાની ૧૯૫૯ ના અહેવાલ માં. દિવાળી વખતે ફોઇબા (પપ્પાના મોટી બેન) અને લતૂબેન કલકત્તા આવેલા, તેને લઈને હું અને મમ્મી ૧ અઠવાડીયા માટે આવેલા. સમય ટૂંકો, એટલે અમે વિમાન માં કલકત્તા થી બગડોગરા વિમાન માં ગયા. અમારી ચારેવ ની પહેલી ફ્લાઇટ. ચોથી વાર અંજુ અને ધનંજય સહ પરિવાર ગયા. એની વાતો એ વર્ષો ના અહેવાલ માં આવશે.