કુમાઊં અમે ૩ વાર ગયા. ૧૯૬૦ ની દિવાળીરાજાઓ માં, ૧૯૭૨ માં રરદાહ થી પાછા ફરતાં પિંડારી ગ્લેસિય શશિકાંત દમણીયા અમને ત્યાં બાગેશ્વર માં મળ્યા, અને ૧૯૮૮ માં વૈદેહી ને લઈને - સાથે મહેન્દ્રમામા, સુરભિમામી અને ડોલી, ઉર્ફે સ્નેહલ.
- ૧૯૬૦માં જતાં તો મથુરા સુધી ફ્રોંટિયરમાં, અને કાઠગોડમ મથુરા થી મીટર ગેજ ની ટ્રેનમાં. કાથગોડમ થી બસ માં નૈનીતાલ. એ જમાનામાં હોટલ વગેરે નું બુકિંગ કંઇ ખાસ થતું નહીં, એટલે નૈનીતાલ પહોંચી ને જ હોટલમાં રૂમ લીધી. આગળ તો બદ્ધે (અલમોરા છોડી ને ) PWD કે જંગલાત ખાતા ના રેસ્ટ હાઊસમાં જ રહેતા. અમુક જગ્યા એ પપ્પાએ આગળથી પત્ર દ્વારા પરમિટ લઈ રાખી હોય, અને જ્યાં રેસ્ટ હાઊસ ચ્હે કે નહીં, કે કોના તાબા માં ચ્હે એ ખબર ન હોય ત્યાં નસીબ અજમાવવાનું. આ પ્રવાસ નું વર્ણન તો નૈનીતાલ ના પાનાં માં લખ્યું છે.
- રારાદાહ ગયા ત્યાં જયદેવકાકા અને સુચિતા સાથે હતા. પણ પાછા વળતાં (અમારે હિસાબે એ ટ્રેક નાનો હતો, એટલે આ પિંડારી નો ટ્રેક સાથે જોડેલો!) સુચિતા પાછી મુંબઈ જવા તૈયાર થઈ, અને એકલી છોરી ને જવા ન દેવાય એ વિચારે જયદેવકાકા પણ મુંબઈ પાછા ફર્યાં. નેપાળ થી ભારત ના રેલ્વે સ્ટેશન પહોંચી અમે પિથોડાગઢ ગયા, અને ત્યાં થી સિધ્ધા બાગેશ્વર અને કપકોટ. આગળ વર્ણન પિંડારી ના પાનાં પર.
- ત્રીજી ટ્રીપ વૈદેહી દોઢા વર્ષનીજ હતી, અને આખી ટ્રીપ મારી પીઠ પર બાબી કેરિયર માં જ ફરી. મહેંદ્રમામા અમારી સાથે ગંગોત્રી આવેલા, અને આ વખતે ટ્રેકિંગ કરવાનું ના હતું એટલે સુરભિમામી પણ તૈયાર થયેલા. ડોલી દિવાળી ની રજાઓ માં ફ્રી હતી એટલે એ પણ જોડાઈ. ચૌકોરી માં જે મજા કરી, એ ચઓકોરી ના પાનાં માં વાંચજો.
English
ફોટા