અમારા જીવન માં હિમાલય નો ઉદય ૧૯૫૬ માં થયો. પપ્પાને હિમાલય ની તલપ તો કયાર ની લાગેલી, પણ બે ત્રણ હિમાલય પ્રવાસ ના “ખાં” વ્યક્તિઓ સાથે વાત કરેલી તો જરા સંશય પેદા થયેલો, કે મને હિમાલય પરવડશે કે નહીં”? પેલી વાતો માં કોઈએ કહેલું કે ૧૦,૦૦૦ ઓછામાં ઓછા જોઈશે. પાંચ છ વર્ષ પૈસા બચાવ્યા રજાઓ ભેગી કરી, અને ’૫૬ ની મે માં હિમ્મત કરી નિકળ્યા.
• ફર્સ્ટ ક્લાસ નિ ટિકિટ લીધી – ધારું છું કે બે કારણ હશે - એક તો સામાન ઘણો હતો અને વજન નો પ્રોબ્લેમ ન થાય એટલે, અને બીજું કે કદાચ એ સમયે સ્લીપર કોચ હતા નહીં! સાથે હર્ષદ મામા પરિવાર સાથે, અને નવોઢા શશિ મામા અને કી (કિશોરી) મામી. ત્રીજે દિવસે શ્રીનગર પહોંચ્યા, મોગલ બાગો, શંકરાચાર્ય નું મંદિર, વુલર અને માનસબલ ફર્યા, ગુલમર્ગ માં અઠવાડિયું કાઢ્યું, ખિલનમાર્ગ માં સ્નો મળ્યો, સ્લેજ પર લસર્યા પહેલગામ તંબુ માં રહ્યા, લીડર વહેળામાં બ્રશ વગેરે ખોવ્યા, પણ કોલ્હાઈ પણ ફર્યાં. પહેલા શશિ મામા, અને પછી હર્ષદમામા મુંબઈ ભેગા થયા, અને અમે ત્રણ ફરતા રહ્યા! અમરનાથ અને ચૌરસ લેઈક ફર્યાં, અને રજબ અલી સાથે આજીવન સંબંધ સાધ્યો. રસોડું સાથે ને સાથેજ! એક જાણ કોઈ દિવસ માંદુ નથી પડ્યું. ગોદડા ઓઢયા! હાથે ગૂંથેલા સ્વેટરો પહેર્યા, અને મુંબઈ ૬૮ દિવસે પાછા પહોંચ્યા, ૧૨૬૮.૦૦ રૂપિયા નો ખર્ચો કરેલો! પપ્પા મમ્મી ના મન માં અડગ શ્રધ્ધા બંધાઈ કે હિમાલય માં ટ્રેકિંગ વ્યાજબી ખર્ચે કરાય.
• ૧૯૮૩માં જાનકી ૩ વર્ષ નિ થઈ, અને એને પણ હિમાલય ની ઓળખાણ કાશ્મીર થી જ કરાવવી એવી ઉરમાં લાગણી જાગી હતી. જમ્મુ થી શ્રીનગર તો એકજ દિવસ માં પહોંચ્યા, અને એક નાની શી હોટેલ માં રહ્યા – રાંધવા દે તેવી, રૂમની બાહર સરસ મજાનું લોન હોય તેવી! શ્રીનગર ફર્યાં, પણ યાદ નથી કે શંકરાચાર્ય ગયા હતા કે નહીં. માનસબલ અને અહર્બલ ફર્યાં, અને ગુલમર્ગ ઉપડ્યાં. ખિલનમાર્ગ જવા નીકળ્યા પણ મમ્મી થી બધુ ચઢાયું નહીં, બેસી ગઈ, અંજુ અને હું (જાનકી મારી પિઠ પર!) થોડે સુધી ગયા, અને પાછા ફર્યાં. પહેલગામ માં બસ અડ્ડા પર બેઠેલા પપ્પા મમ્મી ને રજબ અલી મળ્યો! ૨૭ વર્ષે પણ ઓળખી કાઢ્યા, અને અમે ૫૬ માં મોકલેલો ફોટો – ખીસા માં જ રાખેલો – કાઢીને બતાવ્યો! શું માણસ ની લાગણી અને ખુમારી! એક દિવસ અમરનાથ તરફ, અને એક દિવસ કોલ્હાઈ તરફ ફર્યાં, અને રજબ અલી સાથે ચોરસ લેઈક જવાનો પ્લાન કર્યો! સાંજે જરા પવન ઉપડેલો, વાદળ ઘેરાયેલા, અને અંજુ બોલી, “સબ દેખા, લેકિન બરફ નહી મિલા” અને રજબ અલી એ જવાબ આપ્યો “દેખો, ખુદા મંજૂર હોગા તો વોહ ભી મિલેગા!” અને તેજ રાતે બરફ પડ્યો, સવારે સાડા ચાર વાગે હું બહાર નીકળ્યો, બરફ હજુ પડતો હતો, બૂમા બૂમ કરી, જાનકી ને સ્લીપિંગ બેગ માં જ વિટાળી બાહર લાવ્યા અને ખુદા ની મહેરબાની માણી!
• હું IIT ગયો, અને પપ્પા મમ્મી એકલાજ ફરતાં. મરગન સિંથાન માલ્ટીબેન સાથે કર્યું, પણ એ ટ્રેક ની વાતો કઈ છે નહીં, ફોટા છે.
• લાહુલ થી કિશ્તવાર નીકળ્યા – એ પણ મારા વિના) એ વખતે પણ કાશ્મીર ને ડેલે હાથ લગાડેલો, પણ ફર્યાં નો’તા.
• એ પછી કાશ્મીર નો વારો હજુ આવ્યો નથી.