ગુજરાતી

ડુંગર ઘેલા

Mountains in our hearts

પપ્પા જો તાન માં આવે, તો સમજી લેવું કે હિમાલય ની વાતો ચાલતી હશે! મમ્મી આમ પણ એની પેઢીમાં તદ્દન અવનવા મગજ ની હતી - શબ્દો નથી મારી પાસે એના વ્યક્તિત્વ ને વર્ણવા.હજી તો માંડ વિવાહ થયા હતા, અને પપ્પા મમ્મી ને ફરવા લઈ ગયા બોરીવલી થી કેનેરી કેવ્સ - સાયકલ ની ડબલ સવારી માં, કાછચો રસ્તો ૫  માઈલ જવાના ૫ આવવાના, આજુબાજુ જંગલ! કુદરત નો ચેપ તો તાત્કાલિક જ લગાડ્યો.

હિમાલયમાં ચાલવા માંડીએ ત્યારે "રુમાલ  પણ નહીં ઊંચકું" અને એવુંજ કરે. અમે ચાલીયે ત્યારે ઇનો રૂમાલ મારા ખીસા માં! પગમાં બાટા હંટર ના બૂટ, અંગે કોઈ વાર પંજાબી પણ મોટે ભાગે લૂગડું જ હોય. ત્રણેવ ના  ગરમ વસ્ત્રો મમ્મીએ જ સિવેલા કે ગૂંથેલા! પપ્પાને ચિઢવવાના હોય ત્યારે કહે "તને હિમાલય તો હું ફેરવું છું!" અમે અને સ્નેહીજનો ની મંડળીમાં બધા આ વાક્ય ના તથ્ય ને માને.

મેં પપ્પાને જ્યારે પણ ચોપડી વાંચતાં જોયા ત્યારે અચૂક હિમાલયમાં કોઈએ ભ્રમણ કર્યું હોય એના હેવાલ ની જ ચોપડી હોય, અને એક બે વર્ષમાં અમે પણ ત્યાંજ જવા ઉપડીએ!

If one saw pappa in a locacious mode, one could conclude that the conversation was about mountains and nature. Mummy was unique in her generation, and I find my vocabulary insufficient to describe her personality. Open minded, caring, considerate, moderate, focussed, adventurous for sure, and more. They had just got engaged, and pappa took her on a nature outing, to Kenheri caves through the forests outside Borivali, on a bicycle - double seat for 5 miles and back on a country path. Her affliction of love of nature was instantaneous.

Mummy's first mandatory condition for coming on hiles and treks in the mountains, was "I will not carry even a handkerchief!" and that is how we walked. Her handkerchief in my pocket. Bata hunter shoes on her feet, clad in a panjaabi dress, or more likely a saree. All our woolens were either knitted by her or stitched by her. And when she wanted to tease pappa, she would say, "I am the one taking you to the Himalayas!" and nary a soul doubted it.

Whenver I saw pappa engrossedd in some book, I knew that it would be someone's himalay travelogue or adventure report. I also knew that in a year or two, we would be going there too!

ગુજરાતી English

 Go forth, and ready about the Mountain crazy family

વધો આગળ અને અમારી ઘેલછા ની વાતો વાંચો

Done! Exit. ગુજરાતી English ફોટા  Gallery